ઓનલાઇન બદલી ફોર્મ ભરવા માટે ઉપયોગી તમામ માહિતીની પોસ્ટ

ઓનલાઇન બદલી ફોર્મ ભરવા માટે ઉપયોગી તમામ માહિતીની પોસ્ટ 


મહત્વપૂર્ણ લિંક NEW

જિલ્લા આંતરીક બદલી ઓનલાઈન અરજી સાથે અપલોડ કરવાના પુરાવાની યાદી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો



મુખ્ય શિક્ષક દાખલો/પ્રમાણપત્ર દંપતિ કિસ્સાનું પરિશિષ્ટ ૧ અગ્રતા અને સિનીયોરીટી બાબતનું સ્વ-ઘોષણાપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો




મહત્વપૂર્ણ લિંક OLD

બદલી ફોર્મ જમા કરાવવા સાથે જોડવા ના આધાર પુરાવા નું લીસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક

ઓનલાઇન બદલી   કેમ્પ -  તમામ  જીલ્લા   વાઈઝ  જગ્યાનું   લીસ્ટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક

ઓનલાઇન બદલી ફોર્મ ભરવા કરવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક

નલાઇન બદલી ફોર્મ ભરવા ની નવી સૂચના વાંચવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક

ઓનલાઇન બદલી ફોર્મ ભરવા જરૂરી સૂચનો નો વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો


ઓનલાઇન બદલી ફોર્મ ભરવા માટે ઉપયોગી તમામ માહિતીની પોસ્ટ 








ઓનલાઇન બદલી ફોર્મ ભરવા માટે ઉપયોગી તમામ માહિતીની પોસ્ટ 



તા. ૦૭/૧૧/૨૦૨૨ થી તા. ૦૯/૧૧/૨૦૨૨ દરમ્યાન ઓનલાઇન જિલ્લા આંતરિક


કેમ્પમાં અરજી કરતી સમયે ધ્યાનમાં રાખવાની બાબતો


ઓનલાઈન ટીચર ટ્રાન્સફર જિલ્લા આંતરિક કેમ્પમાં અરજી કરતાં સમયે શિક્ષણ વિભાગના તા.૦૧/૦૪/૨૦૨૨ અને તા.૧૪/૧૦/૨૦૨૨ ના બદલી ઠરાવોનો સંપુર્ણ અભ્યાસ કરી ને જ અરજી કરવાની રહેશે, અરજી કરનાર શિક્ષક શિક્ષણ વિભાગના તા.૦૧/૦૪/૨૦૨૨ ના ઠરાવના પ્રકરણ-D નિયમ-૧૧ મુજબ આપેલ વ્યાખ્યા મુજબની મૂળ શાળામાં અને પ્રકરણ-ઉ નિયમ-૧૦ (ક) ની જોગવાઈ મુજબ કપાત પગારી રજાઓ ભોગવેલ હોય


તો તે રજાનો સમયગાળો બાદ કર્યા બાદ ચોખ્ખી ૩ વર્ષની નોકરી પૂર્ણ કરેલ હોય તે જ શિક્ષક ઓનલાઈન આંતરિક


માંગણી બદલીમાં ફોર્મ ભરી શકશે,


જિલ્લામાં આંતરિક ઓનલાઇન બદલી કરાવનાર શિક્ષકોનો ઓનલાઇન ઓર્ડર જનરેટ થયા બાદ કોઇપણ સંજોગોમાં તે ઓર્ડર રદ થઇ શકશે નહીં. જેની તમામે ખાસ નોંધ લેવી.


સૌ પ્રથમ શિક્ષકે પોતાનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહીનો નુમનો તેમજ જે તે અગ્રતા બદલી માટેનો આધાર અગાઉથી સ્કેન કરી મોબાઇલ કે કોમ્પ્યુટરમાં સેવ કરવાના રહેશે.


ઓનલાઇન અરજી કરનાર શિક્ષકે પોતાની શાળાનો ડાયસકોડ અગાઉથી નોંધી લેવાનો રહેશે. આ ઉપરાંત તમારા જિલ્લામાં વિભાગવાર અને વિષયવાર બતાવેલી ખાલી જગ્યાઓની અગાઉથી પ્રીન્ટ મેળવી


લેવી કે લખી લેવી. તેમાંથી તમારી પસંદગીની શાળાઓને અગાઉથી પસંદ કરી અગ્રતા ક્રમમાં ગોઠવી દેવી.


ઓનલાઇન ટીચર ટ્રાન્સફર જિલ્લા આંતરિક કેમ્પમાં અરજી કરતાં સમયે સૌપ્રથમ તમારા ઇ-મેઇલ આઇ.ડી. અને મોબાઇલ નંબરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેના માટે ટીચર ટ્રાન્સફર પોર્ટલ પર નીચે દર્શાવેલ બટન પર કલીક કરવાનું રહેશે.


Click Here For Nose Candidate Registration


ત્યારબાદ રજીસ્ટ્રેશન માટે અરજદારે પોતાનું આખું નામ લખવાનું રહેશે. ઈ-મેઈલ આઇ.ડી. અને મોબાઇલ નંબર લખવાનો રહેશે. આપનો હાલની ફરજનો જિલ્લા/નગર શિક્ષણ સમિતિ પસંદ કરી, તમને યાદ રહે તેવો પાસવર્ડ લખવાનો રહેશે. પાસવર્ડ કન્ફર્મ કરવાનો રહેશે અને કેપ્ચર કોડ લખવાનો રહેશે. રજીસ્ટર બટન પર કલીક કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.


રજીસ્ટર બટન પર કલીક કરતાં તમારા મોબાઇલમાં ૬ અંકનો ઓટીપી આવશે. સાચો ઓટીપી એન્ટર કરી સબમીટ બટન પર કલીક કરતાં તમારું રજીસ્ટ્રેશન થઇ જશે.


• હવે શિક્ષકે હોમ પેજ પર Login With Your Credentials માં રજીસ્ટ્રેશન કરેલ ઇ-મેઇલ આઇ.ડી. અને પાસવર્ડથી લોગીન થવાનું રહેશે. કેપ્ચર કોડ એન્ટર કરી લોગીન બટન પર કલીક કરતાં લોગીન થઇ જશો.


. જો લોગીન ન થવાય તો હોમ પેજ પર સૌથી નીચે Forgot Password ? પર કલીક કરતાં તમારો મોબાઇલ નંબર લખતાં પાસર્વડ તમારા મોબાઇલમાં આવી જશે.


લોગીન થતાંની સાથે જ તમારા નામ સાથેનું પેજ ખુલી જશે. જેમાં તમારું પુરૂં નામ, મોબાઇલ નંબર અને ઇ-મેઇલ આઇ.ડી. આવી જશે. બાકીની માહિતી તમારે કાળજીપૂર્વક ભરવાની રહેશે.


સૌ પ્રથમ શાળાનો પ્રકાર પસંદ કરવાનો રહેશે. જેમાં પ્રાથમિક શાળા કે ઉચ્ચતર પ્રાથમિક શાળા બતાવશે, તેમાંથી તમારો સાચો વિભાગ પસંદ કરવાનો રહેશે.


ત્યારબાદ જો તમે પ્રાથમિક શાળા પસંદ કરેલ હશે તો બાજુમાં ધો. ૧ થી ૫ પસંદ કરવાનું રહેશે અને જો તમે ઉચ્ચતર પ્રાથમિક શાળા પસંદ કરેલ હશે તો બાજુમાં વિષયનું નામ ભાષા, ગણિત-વિજ્ઞાન કે સામાજિક વિજ્ઞાનમાંથી તમારો વિષય પસંદ કરવાનો રહેશે.


જાતિમાં પુરૂષ કે સ્ત્રી પસંદ કરવાનું રહેશે.


શૈક્ષણિક લાયકાતમાં તમારી શૈક્ષણિક લાયકાત જે હોય તે પસંદ કરવાની રહેશે. તાલીમી લાયકાતમાં તમારી તાલીમી લાયકાત જે હોય તે પસંદ કરવાની રહેશે.


ત્યારબાદ તમારી જન્મ તારીખ પસંદ કરવાની રહેશે.


ત્યારબાદ હાલની શાળાનો સાચો ડાયસકોડ લખવાનો રહેશે.


ગામનું નામ લખવાનું રહેશે.


ઓક્ટોબર ૨૦૨૨ ના વધ ઘટ બદલી કેમ્પમાં જે શિક્ષકોની વધથી બદલી થયેલ છે તેઓએ ઓનલાઈન આંતરીક બદલી માટે વધથી જે શાળામાં મૂકવામાં આવેલ છે તે શાળા હાલની શાળા તરીકે દર્શાવી તે શાળાનો ડાયસકોડ દર્શાવી અરજી કરવાની રહેશે.


ત્યારબાદ તમારે તમારી ખાતામાં દાખલ થયા તારીખ આધારો મુજબની લખવાની રહેશે અને જો તમે ધોરણ-૧ થી ૫ ના શિક્ષક હોવ તો હાલની શાળા અથવા વધના કિસ્સામા અગાઉની શાળાની હુકમની તારીખ આધારો મુજબની લખવાની રહેશે.


જો તમે ધોરણ-૬ થી ૮ ના શિક્ષક હોવ અને સીધી ભરતીથી ધો-૬ થી ૮ માં આવ્યા હોય તો ભરતીના પ્રકારમાં સીધી ભરતી પસંદ કરી હાલની શાળા અથવા વધના કિસ્સામા અગાઉની શાળાની હુકમની તારીખ આધારો મુજબની લખવાની રહેશે.


. જો તમે ધોરણ-૬ થી ૮ ના શિક્ષક તરીકે વિકલ્પથી આવ્યા હોય તો ભરતીના પ્રકારમા વિકલ્પથી પસંદ કરી વિકલ્પની તારીખ લખવી અને જે શિક્ષકે ઉચ્ચ પ્રાથમિક વિભાગનો વિકલ્પ લીધેલ છે તેઓ માટે તેઓએ જે શાળામાંથી વિકલ્પ લીધો હોય તે શાળામા હાજર થવા કરાયેલ હુકમની તારીખ આધારો મુજબની લખવાની રહેશે. જો વિકલ્પ લીધા પછી માંગણીથી અન્ય શાળામા ગયેલ હોય તો છેલ્લે માગણીથી કરેલ બદલીની હુકમની તારીખ આધારો મુજબની લખવાની રહેશે. જો વિકલ્પ લીધા પછી વધ પડેલ હોય તો આવા વધના કિસ્સામા અગાઉની શાળાની હુકમની તારીખ આધારો મુજબની લખવાની રહેશે.


ત્યારબાદ ભુતકાળમાં અગ્રતા બદલીનો લાભ લીધેલ છે તેમાં ભરતી સમયે સ્થળ પસંદગી કેમ્પમાં કે અગાઉ બદલી કેમ્પમાં લાભ લીધેલ હોય તો હા લખવાનું રહેશે. અને સામાન્ય સિનીયોરીટી પસંદ કરવાની રહેશે. જો ભુતકાળમાં અગ્રતાનો લાભ લીધેલ ના હોય તો તેમાં ના લખવાનું રહેશે. બાજુમાં અગ્રતાના પ્રકારમાં વિધવા-વિધુર / દિવ્યાંગ / પ્રાથમિક શિક્ષક દંપતિ / સરકારી નોકરી કરતાં દંપતિ / અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતાં દંપતિ / વાલ્મિકી / સામાન્ય સિનિયોરીટિ અગ્રતા તેમાંથી જે લાગુ પડતું હોય તે પસંદ કરવાનું રહેશે.


પ્રાથમિક શિક્ષક દંપતિ કિસ્સામાં પતિ બદલી કરાવવા માંગતા હોય તો તેની પત્ની જ્યાં નોકરી કરે છે તે શાળાના ડાયસકોડની માહિતી આપવાની રહેશે. અને પત્ની બદલી કરાવવા માંગતી હોય તો તેમના પતિ જ્યાં નોકરી કરે છે તે શાળાના ડાયસકોડની માહિતી આપવાની રહેશે.


• સરકારી નોકરી કરતાં દંપતિના કિસ્સામાં સરકારી નોકરીના પ્રકારમાં પંચાયત, ભારત સરકારના ખાતા, ગુજરાત સરકારના ખાતા, ભારત સરકારના બોર્ડ/કોર્પોરેશન, ગુજરાત સરકારના બોર્ડ/કોર્પોરેશનશન કે અન્ય ગુજરાત સરકારના ખાતાઓ સાચું હોય તે પસંદ કરવાનું રહેશે તેમજ દંપતી કિસ્સામાં લાભ લેનાર શિક્ષકના પતિ કે પત્ની જ્યાં નોકરી કરતાં હોય તે સંસ્થા જે ગામ /શહેર માં આવેલી હોય તે ગામ/ શહેરનું નામ, સરનામું અને પીનકોડ નંબર સાથેની માહિતી આપવાની રહેશે,


અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતા દંપતી કિસ્સામાં લાભ લેનાર શિક્ષકના પતિ કે પત્ની જ્યાં નોકરી કરતાં હોય હોય તે સંસ્થા જે ગામ /શહેર માં આવેલી હોય તે ગામ/ શહેરનું નામ, સરનામું અને પીનકોડ નંબર સાથેની માહિતી આપવાની રહેશે.


ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટસ અપલોડ વિભાગમાં અપલોડ કરવાના રહેશે. ડોક્યુમેન્ટસ અપલોડ કરવા Drag and


drop a file here or click કરી જે તે લોકેશન પર જઈ ડોક્યુમેન્ટસ સીલેક્ટ કરી અપલોડ કરવાના રહેશે. અપલોડ થતાં પ્રિવ્યુ બતાવશે.


ત્યારબાદ । આથી હું બાહેંધરી આપું છું કે ફોર્મ માં મારી વિગત સાચી છે. જો ચકાસણી દરમ્યાન આ વિગતો ખોટી પુરવાર થશે તો ફોર્મ રદ ગણાશે મારી સામે જે પણ કાર્યવાહી કરવામાં આવશે તે માન્ય રહેશે. તેની પર કલીક કરવાની રહેશે.


ત્યારબાદ સેવ અને નેકસ્ટ બટન પર કલીક કરતાં તમારી Teacher Details મેનુની માહિતી સેવ થઇ જશે.


. ત્યારબાદ School Priority મેનુ પર કલીક કરતાં ડાબી બાજુ School List(SchoolName - Taluka - PayCenter) માં તમારા વિભાગ / વિષય મુજબની ખાલી જગ્યાઓ બતાવશે, જેમાં શાળાનું નામ, તાલુકો અને પે સેન્ટર શાળાનું નામ બતાવશે. જેની પર કલીક કરતાં તે જમણી બાજુ Selected School List માં ઓટોમેટીક જતી રહેશે.


દંપતિના કિસ્સામાં પતિ/પત્ની જે શાળા/કચેરી/સંસ્થામાં નોકરી કરતાં હશે તે તાલુકાની શાળાઓ જ પસંદ કરી શકાશે અને તેમાં પણ જો તેમની જ પે સેન્ટરની શાળાઓમાં જગ્યા હશે તો સૌપ્રથમ તે જ શાળાઓ બતાવવાની રહેશે.


Selected School List માં તમે શાળાઓના અગ્રતા ક્રમ બદલી શકશો. તમારી પસંદગી મુજબ શાળાઓને પહેલાં થી છેલ્લાં ક્રમમાં ગોઠવો.


ત્યારબાદ ઉપરોક્ત પસંદ કરેલ જગ્યાઓ પૈકી જે શાળા નો હુકમ મને મળશે તે કોઈ પણ કારણોસર રદ થશે નહિ જેનો હું બાહેંધરી આપું છું. તેની પર કલીક કરવાની રહેશે,


. ત્યારબાદ સેવ સ્કુલ સિલેકશન પર કલીક કરતાં તમારી School Priority મેનુની માહિતી સેવ થઇ જશે.



ત્યારબાદ બાજુમાં Application Preview મેનુ પર કલીક કરતાં તમે કરેલી અરજીની તમામ વિગતો દર્શાવશે. જેની બરાબર ચકાસણી કરી લો કે તમામ વિગતો સાચી છે કે કેમ ? જો ખોટી હોય કે સુધારવી હોય તો Final Submission પર કલીક કરવું નહીં અને આગળના જે તે મેનુમાં જઇ માહિતીમાં સુધારો કરવો.


જો કોઇ સુધારો ન હોય તો Final Submission બટન પર કલીક કરતાં તમારી અરજી કન્ફર્મ થઇ જશે, ત્યારબાદ અરજીમાં કોઇ સુધારો કરી શકાશે નહીં અને જમણી બાજુ ખુણામાં Application Print બટન પર કલીક કરતાં તમે અરજીની પ્રીન્ટ મેળવી શકશો,


અરજીની પ્રીન્ટ આઉટ લઇ નીચેમાંથી લાગુ પડતા આધારો સાથે ચેનલ મારફત તમારી અરજી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરીએ નિયત સમય મર્યાદામાં જમા કરાવવાની રહેશે.


ક્રમ



બદલીનો પ્રકાર


ઓનલાઇન અપલોડ કરવાના ડોક્યુમેન્ટસ


વિધવા/વિધુર - વિધવા/વિધુર હોવા અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર


- પતિ/પત્નીનો મરણનો દાખલો - રેશનકાર્ડ



- પુન:લગ્ન કરેલ નથી તે મતલબનું નોટોરાઇઝડ સોગંદનામું -દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતું સીવીલ સર્જનનું પ્રમાણપત્ર


3


દિવ્યાંગ


પ્રાથમિક શિક્ષક દંપતિ


- લગ્ન નોંધણીનું રજીસ્ટ્રારનું પ્રમાણપત્ર


પતિ/પત્ની જે શાળામાં નોકરી કરતાં હોય તેના મુખ્ય શિક્ષકે આપેલ નિયત નમુનાનું પરિશિષ્ટ


*


સરકારી નોકરી કરતાં દંપતિ -પતિ/પત્ની જે કચેરીમાં નોકરી કરતાં હોય તે કચેરીના વડાએ આપેલ નિયત નમુનાનું પરિશિષ્ટ


-પતિ/પત્ની જે કચેરીમાં નોકરી કરતાં હોય તે કચેરી કેન્દ્ર/રાજ્ય સરકાર સ્થાપિત સંચાલિત


લગ્ન નોંધણીનું રજીસ્ટ્રારનું પ્રમાણપત્ર


+


અનુદાનિત નોકરી કરતાં દંપતિ


હોવા અંગેનો આધાર/પ્રમાણપત્ર


- લગ્ન નોંધણીનું રજીસ્ટ્રારનું પ્રમાણપત્ર શૈક્ષણિક સંસ્થામાં - પતિ/પત્ની જે અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતાં હોય તે સંસ્થાના વડાએ આપેલ


નિયત નમુનાનું પરિશિષ્ટ


-પતિ/પત્ની જે અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતાં હોય તે સંસ્થા સરકારના જે


કાયદા/જાહેરનામાં/ઠરાવ થી નક્કી કરવામાં આવેલ હોય તેનો આધાર/પ્રમાણપત્ર


વાલ્મિકી


- વાલ્મિકી હોવા અંગેનું સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર


હાલની શાળામાં હાજર થવા કરાયેલ હુકમ


સિનિયોરિટી


- જો વિકલ્પ મેળવી ઉચ્ચત્તર પ્રાથમિક વિભાગમાં ગયેલ હોય તો વિકલ્પ લીધેલ હુકમ ની નકલ અન્ય(ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર-મુકતના આધારો)


ક્રમ ન-૧ થી ૬ ને


- હાલની શાળામાં હાજર થવા કરાયેલ હુકમ


- અન્ય(ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર-મુકતના


લાગુ પડતી સુચનાઓ


આધારો) અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સોગંદનામું



ઓનલાઇન બદલી ફોર્મ ભરવા માટે ઉપયોગી તમામ માહિતીની પોસ્ટ 

ઓનલાઇન બદલી ફોર્મ ભરવા માટે ઉપયોગી તમામ માહિતીની પોસ્ટ Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR